DA Hike:
Cabinet Meeting: કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે અને તેની જાહેરાત આજે થઈ શકે છે.
Cabinet Meeting: આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળી શકે છે. કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે અને તે પછી તેમનો DA વધીને 50 ટકા થઈ જશે. જો સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (DA અને DR) બંનેમાં વધારો કરે છે, તો તેનાથી કેન્દ્ર સરકારની તિજોરીને દર વર્ષે રૂ. 12,857 કરોડનો ખર્ચ થશે. લગભગ 48.67 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે.
વર્તમાન કેન્દ્ર સરકારનીકદાચ આછેલ્લી કેબિનેટ બેઠક
કેન્દ્રની વર્તમાન મોદી સરકારની આ સંભવતઃ છેલ્લી કેબિનેટ બેઠક હોઈ શકે છે કારણ કે આવતા અઠવાડિયે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ સાથે જ ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જશે અને તે પછી કેન્દ્ર સરકાર માટે આ નિર્ણય લેવો શક્ય નહીં બને.
સરકારી કર્મચારીઓના ડીએમાં છેલ્લી વખત ક્યારે વધારો કરવામાં આવ્યો હતો?
ગયા વર્ષે 18 જુલાઈના રોજ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકાથી 46 ટકા કર્યો હતો. સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થયો છે. જો આજે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે છે, તો સરકારી કર્મચારીઓ 50 ટકા મોંઘવારી ભથ્થાના હકદાર બનશે.