Basmati Rice સરકાર બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) વર્તમાન US $1,200 પ્રતિ ટનથી ઘટાડીને US$850 પ્રતિ ટન કરવા વિચારી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે અહીં યોજાયેલી બેઠકમાં વિવિધ ખાદ્ય ઉત્પાદનોના આયાતકારોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ગોયલે આ સંદર્ભમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે આ અંગે ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. મેં ભારતમાં ચોખાના નિકાસકાર સંગઠનો સાથે ઘણી બેઠકો કરી છે. અમે વિશ્વના વિવિધ ભાગોમાં બાસમતી ચોખા અને બાસમતી ચોખાની વિવિધ જાતોની નિકાસ અંગેનો ડેટા એકત્રિત કર્યો છે.
તેમણે કહ્યું, “અમને આશા છે કે ખૂબ જ ટૂંક સમયમાં અમે વાજબી કિંમત આપી શકીશું, જેનાથી સમગ્ર ઉદ્યોગ ખુશ થશે.”
ઉદ્યોગે કહ્યું છે કે 1,200 યુએસ ડોલર પ્રતિ ટનના લઘુત્તમ નિકાસ ભાવને કારણે બાસમતી ચોખાના વિદેશી ખરીદદારો પાકિસ્તાન તરફ વળ્યા છે.