Bank FD Rates:
Top FD rates in India: ભારતમાં બેંક એફડી ખૂબ પસંદ કરવામાં આવે છે. ઓછા જોખમને પસંદ કરતા રોકાણકારો માટે બેન્ક FD હજુ પણ પસંદગીનો રોકાણ વિકલ્પ છે..
જો તમને પણ ઓછું જોખમ પસંદ છે તો FD તમારા માટે સારો વિકલ્પ છે. હાલમાં બેંકો ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંકો આ સમયે સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
Unity Small Finance Bank સૌથી વધુ 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંક 1001 દિવસની FD પર 9 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
Suryodaya Small Finance Bank 2 વર્ષ અને 2 દિવસની FD પર 8.65 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે.
Fincare Small Finance Bank FD પર 8.61 ટકાના દરે સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે. આ ઓફર 750 દિવસની FD માટે છે.
Equitas Small Finance Bank 444 દિવસની FD પર 8.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ બેંક 1 વર્ષના કાર્યકાળની FD પર 8.20 ટકા અને 3 વર્ષની FD પર 8 ટકા વ્યાજ આપી રહી છે.