Apple iPhone 15 ઉત્પાદન: Appleએ આખરે ભારતમાં તેનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપનીના iPhone 15 મોડલનું મેન્યુફેક્ચરિંગ તમિલનાડુમાં શરૂ થઈ ગયું છે. કંપનીના સપ્લાયર ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ iPhone 15ના મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિર્માણ કરશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ફોક્સકોને હવે તેનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું છે.
iPhone 15ના પ્રોડક્શનની શરૂઆતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે Appleએ Apple Airpods બનાવવા માટે Foxconn સાથે ડીલ કરી છે.સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે Foxconn એ હૈદરાબાદ પ્લાન્ટ માટે $400 મિલિયનના રોકાણને મંજૂરી આપી દીધી છે. ડિસેમ્બર 2024 સુધીમાં અહીં મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની ધારણા છે. એક સૂત્રએ કહ્યું, “એરપોડ્સ ફોક્સકોનની હૈદરાબાદ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. ફેક્ટરી ડિસેમ્બર સુધીમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.
ફોક્સકોન હાલમાં 30 થી વધુ પ્લાન્ટ્સ સાથે ભારતમાં લગભગ નવ કેમ્પસ ચલાવે છે. લિયુએ કહ્યું, “ભારતમાં અમારા બિઝનેસનું વાર્ષિક કદ લગભગ $10 બિલિયન છે. રોકાણકારો ભારતમાં અમારા બિઝનેસની સંભાવનાઓ વિશે પ્રશ્નો પૂછે છે તેનો અર્થ એ છે કે આ દેશમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા છે.”