કર્ણાટક બેન્કનો શેર આજે રૂ. 257.70ની 15 વર્ષની ટોચે પહોંચ્યો હતો. આ સ્તરે પહોંચવા પાછળનું કારણ બેંકની જાહેરાત છે, જેમાં તેણે નવા ભંડોળ એકત્ર કરવાની યોજના વિશે વાત કરી હતી. આ પછી, ઘટતા બજારમાં પણ બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં NSE પર 5.71નો ઉછાળો જોવા મળ્યો હતો. ICICI સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર, ડિજિટલ ટેક્નોલોજીમાં રોકાણની સાથે ભૌગોલિક અને ઉત્પાદનના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુખ્ય ક્ષમતાઓનો ઉપયોગ કરવાની વ્યૂહરચના કર્ણાટક બેંકની વૃદ્ધિ અને સંપત્તિની ગુણવત્તામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
આ ખાનગી ક્ષેત્રની બેંકનો સ્ટોક મે 2008 પછીના સર્વોચ્ચ સ્તરે હતો. તે 5 ફેબ્રુઆરી, 2008ના રોજ રૂ. 286ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં સ્ટોક 85 ટકાથી વધુ વધ્યો છે. આ શેરે છેલ્લા 5 દિવસમાં 10 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા છ મહિનામાં તેમાં 89 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે લગભગ 65 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં કર્ણાટક બેન્કે 185 ટકા રિટર્ન આપીને તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 257.70 અને નીચી રૂ. 76.25 છે.
ઇક્વિટી શેર્સ/ડિપોઝિટરી રિસિપ્ટ્સ/કન્વર્ટિબલ બોન્ડ્સ/ડિબેન્ચર્સ/વોરન્ટ્સ/કોઈ અન્ય ઇક્વિટી લિંક્ડ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરીને ભંડોળ ઊભું કરવા અંગે વિચારણા કરવા અને મંજૂર કરવા માટે બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠક શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાવાની છે. . કર્ણાટક બેંક એ દક્ષિણ સ્થિત ખાનગી ક્ષેત્રની બેંક છે જે કર્ણાટક રાજ્યમાં મોટી હાજરી ધરાવે છે. બેંકની 901 શાખાઓ સાથે સમગ્ર ભારતમાં હાજરી છે, જેમાંથી 575 કર્ણાટકમાં છે.