નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) એ આજે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) એટલે કે ઑગસ્ટ મહિના માટે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત મહિને મોંઘવારી ઘટી છે.
મોંઘવારી કેટલી ઘટી?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવો જુલાઈમાં 7.44 ટકાથી ઘટીને ઓગસ્ટમાં 6.83 ટકા થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2023-24 માટે CPI ફુગાવો 6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.