રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1000 રૂપિયાની નોટ ફરીથી રજૂ કરશે નહીં. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં આ અંગેની માહિતી શેર કરી શકે છે.
ચલણમાંથી રૂ. 2000ની ચલણી નોટો પાછી ખેંચી લેવામાં આવી ત્યારથી છેલ્લા કેટલાક મહિનાઓથી એવી અટકળો ચાલી રહી છે કે આરબીઆઇ હવે રૂ. 1000ની નોટો બહાર કાઢશે.
જોકે, હાલમાં RBI દ્વારા 1000 રૂપિયાની ચલણી નોટ રજૂ ન કરવા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.