તહેવારોની સિઝન પહેલા, આજે 1 નવેમ્બરે, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો છે. 101.50 રૂપિયાના વધારા બાદ હવે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે. જો કે, તમને જણાવી દઈએ કે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ગયા મહિને પણ ભાવ વધ્યા હતા
ઓઈલ કંપનીઓએ ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓક્ટોબરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે સપ્ટેમ્બરમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 157 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
દેશમાં આજે અમારા અને તમારા રસોડામાં વપરાતા 14.2 kg LPG ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2023માં એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.