ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે નાણાકીય વર્ષ 2022-23માં પ્રથમ વખત નફો નોંધાવ્યો છે. ભારતીય પોસ્ટની પેટાકંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 20.16 કરોડનો ઓપરેટિંગ નફો મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની આવકમાં 66.12 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ખર્ચમાં 17.36 ટકાનો વધારો થયો છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈપીપીબીએ 2022-23 દરમિયાન રૂ. 20.16 કરોડનો ઓપરેટિંગ નફો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન બેંકના વ્યવસાયમાં ઘણો વિકાસ થયો છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક 20 કરોડ સુધી કેવી રીતે પહોંચી?
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે વેંકટરામુએ જણાવ્યું હતું કે જન ધન યોજના, આધાર અને ઈન્ડિયાસ્ટેક જેવી પહેલો સાથે નાણાકીય સમાવેશ અને નિયમનકારી સમર્થન પર સરકારના ભારએ બેંકની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
બેંક દ્વારા ફાઇનાન્સનું સંચાલન સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. આ સિવાય બેંકે નાણાકીય ઓફરમાં વધારો કર્યો છે.
તેમણે વધુમાં માહિતી આપી હતી કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક પોતાને યુનિવર્સલ બેંકમાં રૂપાંતરિત કરવાનો હેતુ ધરાવે છે. ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સેવા છેલ્લા છેડા સુધી ઉપલબ્ધ કરાવવી પડશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક શું છે?
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) પોસ્ટ વિભાગ હેઠળ આવે છે. તેનો 100 ટકા હિસ્સો ભારત સરકાર પાસે છે. તેની શરૂઆત 1 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, મની ટ્રાન્સફર, મનરેગા અને પોસ્ટલ પ્રોડક્ટ્સ વગેરે પ્રદાન કરવામાં આવે છે.