મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધના કારણે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી છે. ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 460 પોઈન્ટ ઘટીને 65,530 ના સ્તર પર આવી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ 140 પોઈન્ટ ઘટીને 19,500 પર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 364 પોઈન્ટના ઉછાળા સાથે 65,995 પર બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે
શેરબજારમાં સોમવારે ઓલ રાઉન્ડ વેચવાલી નોંધાઈ રહી છે. બજારની નરમાઈને કારણે મેટલ, મીડિયા, બેંકિંગ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે આઈટી સેક્ટરમાં ખરીદી નોંધાઈ રહી છે. અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરો નિફ્ટીમાં ટોપ લોઝર છે. જ્યારે HCL TECH, ONGC ટોપ ગેઇનર્સ છે.