PSU સ્ટોકઃ જાહેર ક્ષેત્રની દિગ્ગજ કંપની BHELનો શેર હાલમાં ચર્ચામાં છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 12.3 ટકા વધીને રૂ. 136.15 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 137.10 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ઑક્ટોબર 2015 પછી આ સ્ટોકનું સર્વોચ્ચ સ્તર છે. મતલબ કે આ સ્ટોક 8 વર્ષની ટોચે છે. આ સ્ટોક છેલ્લા પાંચ દિવસથી અપટ્રેન્ડમાં છે. આ સપ્તાહે આ સ્ટૉકમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.
સતત પાંચ દિવસ સુધી તેજી
25 ઓગસ્ટે આ શેર રૂ. 105.25 પર બંધ થયો હતો. સોમવારે બજાર ખુલ્યા બાદ શરૂ થયેલો તેજીનો ટ્રેન્ડ આખા સપ્તાહ દરમિયાન ચાલુ રહ્યો હતો. થોડી જ વારમાં આ શેર 137 રૂપિયા સુધી પહોંચી ગયો છે.