GST કાઉન્સિલની 52મી બેઠક આજે, શનિવાર, 7 ઓક્ટોબરે યોજાશે. આ બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે યોજાશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ (વિધાનમંડળની સાથે) અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ આ બેઠકમાં હાજરી આપશે.આ માહિતી નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં જીએસટીના દરો અંગેના તમામ મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. અગાઉ, 51મી GST કાઉન્સિલની બેઠક 2 ઓગસ્ટ, 2023ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ વગેરે માટેના જીએસટી દરો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પછી આજે 52મી બેઠક યોજાવા જઈ રહી છે.