ઇન્ડોનેશિયાના ગ્રેસિક શહેરનો એક વિચિત્રકિસ્સો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બકરી સાથે લગ્ન કરી રહ્યો છે. માહિતી મુજબ, સૈફુલે ‘અકદ નિકાહ’નું કર્યા હતા. જેમાં ઇન્ડોનેશિયાના 22,000 અને ભારતીય ચલણમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા હતા. જ્યારે હંગામો વધી ગયો તો વ્યક્તિએ માફી પણ માંગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફુલ આરીફએ પાંચ જૂને બેનઝેંગ જિલ્લાના ક્લેમ્પોક ગામમાં શ્રી રેયુ બિન બેજો નામની બકરી સાથે લગ્ન કર્યા હતા. આ ખાસ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્થાનિક લોકો પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.
વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હન બનેલી બકરીને સાલ ઓઢાડવામાં આવી છે. સ્થાનિક લોકો પરંપરાગત પોશાકમાં શામેલ થયા છે. રિપોર્ટ અનુસાર, સૈફુલે ‘અકદ નિકાહ’નું પઠન કર્યું હતું, જેમાં દહેજનો ઉલ્લેખ ઇન્ડોનેશિયન 22,000 અને ભારતીય ચલણમાં 117 રૂપિયા કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં આ લગ્ન અંગે દાવો કર્યો છે કે, સૈફુલે સ્વીકાર્યું છે કે તેણે આ લગ્ન માત્ર વાયરલ થવા માટે કર્યા હતા. સૈફુલ પોતાને યુટ્યુબર ગણાવે છે અને કહે છે કે તેણે આ કામ માત્ર મનોરંજન માટે કર્યું છે, તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સૈફુલે પોતાના કૃત્ય બદલ માફી પણ માંગી હતી અને ભવિષ્યમાં તે આવું કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી હતી.