દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો રહેતા હોય છે અને કોઇ અજીબો-ગરીબ કામ કરતા રહે છે. એક મહિલાએ માણસને બદલે કપડાંના ઢીંગલા સાથે લગ્ન કરી લીધાં હતાં તે સમયે તેની ચર્ચા થઇ હતી, પરંતુ હદ તો ત્યારે થઇ કે આ મહિલાએ એક બાળકને ‘જન્મ’ પણ આપ્યો છે. આ સમગ્ર ઘટના બ્રાઝિલની છે.
કપડાંના ઢીંગલા સાથે લગ્ન કરનાર મહિલાએ જણાવ્યુ્ં હતું કે, તેની માતાએ જે કપડાનો ઢીંગલો બનાવ્યો હતો તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. આ બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો છે. તો પતિ અને ‘બાળક’ સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
બ્રાઝિલની 37 વર્ષીય મેરીવોન રોચા મોરેસે પહેલાં કપડાંના ઢીંગલા માર્સેલો સાથે લગ્ન કર્યા પછી તેની માતાને ફરિયાદ કરી કે તેને એકલું લાગી રહ્યું છે અને તે પરિવાર આગળ વધારવા માગે છે, ત્યારે રોચાની માતાએ ફરીથી એક નાનો કાપડનો ઢીંગલો બનાવી દીધો હતો.
મેરીવોન રોચા મોરેસે કહ્યું હતું કે, જ્યારે તેની માતાએ કપડાંના ઢીંગલા એટલે કે મોર્સેલો સાથે પરિચય કરાવ્યો ત્યારે તે માર્સેલોના પ્રેમમાં પડી ગઈ હતી. આખરે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને મોર્સેલોનાં લગ્નમાં 250 મહેમાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. રોચા મોરેસે કહ્યું હતું કે, માર્સેલો સાથે તેનું જીવન અદભુત ચાલી રહ્યું છે અને દરેક છોકરીને આવો પતિ મળે તે માટે સપનાં જુએ છે.
મેરીવોને 21 મેના રોજ એક રેગડોલને જન્મ આપ્યો હતો. રોચાએ દાવો કર્યો હતો કે, તેને 35 મિનિટ સુધી લેબર પેઇન સહન કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, રોચાના પરિવારને કોઇ નકલી કહે તે બિલકુલ પસંદ નથી.
‘ડેઇલી મેલ’ના રિપોર્ટ અનુસાર, રોચાએ જણાવ્યું તેને પતિ સાથે રોમાન્સનો આનંદ પણ લીધો છે. રિયો ડી જનેરિયોના સમુદ્ર કિનારાના ઘરમાં એક અઠવાડિયાં સુધી હનીમૂન મનાવ્યા બાદ આ કપલ બાળક માટે પણ ઉત્સાહિત હતું.
રોચા મોરેસે પતિ મોર્સેલોને લઈને કહ્યું હતું કે, તે એક મહાન અને વફાદાર પતિ છે. આ એક એવો પુરુષ છે, જેની મહિલાઓ ઈર્ષા કરે છે. આ કપલ ડિનર ડેટ ઉપર પણ જાય છે. મોર્સેલોનો પણ નેગેટિવ પોઇન્ટ એ છે કે, તે એક આળસુ વ્યક્તિ છે અને તે કોઈ કામ નથી કરતો.