જો તમને તે કહેવામાં આવે કે દુનિયામાં એક એવુ પણ ગામ છે જેની આગળ ઘણા મોટા શહેર પણ ટકતા નથી, તો તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ સત્ય છે, આ ગામની સંપન્નતાનો અંદાજ તેનાથી લગાવી શકાય કે અહીં દરેક વ્યક્તિ લગ્ઝરી ગાડીથી ચાલે છે અને આલીશાન મકાનમાં રહે છે. આજે અમે તમને એક એવા ગામ વિશે માહિતી આપી રહ્યાં છીએ જે ઘણા મામલામાં શહેરને પણ ટક્કર આપે છે. અહીં રહેનાર દરેક વ્યક્તિ કરોડપતિ છે. તેને દુનિયાનું સૌથી ધનવાન ગામ કહેવામાં આવે છે.
ચીનના જિયાંગયિન શહેરની પાસે હુઆઝી નામનું એક ગામ છે. આ કૃષિ પ્રધાન ગામ છે. અહીં મોટા ભાગના લોકો ખેતીવાડી કરે છે. હુઆઝી ગામમાં રહેનાર દરેક વ્યક્તિની વાર્ષિક આવક 80 લાખથી વધુ છે. આ ગામમાં બધાએ આલીશાન ઘર બનાવી રાખ્યા છે, જેમાં તમને મોજશોખની તમામ વસ્તુઓ મળી જશે. ઘરની અંદર મોંઘી કાર પણ હાજર છે. અહીં જે પ્રકારે રસ્તાઓ બન્યા છે તે ગામને શહેર જેવો લુક આપે છે.
આ ગામને 1961માં વસાવવામાં આવ્યું હતું. ત્યારે ગામ ગરીબ હતું. ગામની સ્થાપનાના એક વર્ષ બાદ અહીં કમ્યુનિસ્ટ પાર્ટી સંગઠનની રચના થઈ. તેના અધ્યક્ષ વૂ રેનવાઓએ એક એવો કોન્સેપ્ટ ગ્રામીણોને આપ્યો કે બધુ બદલાય ગયું. તેમણે લોકોને વ્યક્તિગત ખેતીની જગ્યાએ સમૂહમાં ખેતી કરવાનું કહ્યું. લોકોએ તેની વાત માની અને સામૂહિક ખેતી શરૂ કરી. ત્યારબાદ પરિવર્તન આવ્યું અને આજે ત્યાં રહેનાર દરેક વ્યક્તિ કરોડપતિ છે.