વિશ્વના દરેક દેશની પોતાની આગવી ઓળખ છે. પોતાનું રાષ્ટ્રીય પ્રતીક, પોતાનો ધ્વજ અને પોતાનું ચલણ. આ ચલણથી આ દેશોમાં ખરીદ, વેચાણ અને વેપાર થાય છે. ભારતનું ચલણ રૂપિયો છે. જેની નોટો પર મહાત્મા ગાંધીની તસવીર છપાયેલી છે જે તેની ઓળખ છે.એ જ રીતે પાકિસ્તાનની ચલણી નોટો પર જિન્નાહની તસવીર છપાયેલી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયામાં એક એવો દેશ છે જેની ચલણી નોટ પર ભગવાન ગણેશની તસવીર છપાયેલી છે અને ત્યાંની મોટાભાગની વસ્તી ઇસ્લામનું પાલન કરે છે.
આ દેશ ઇન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયાની વીસ હજારની નોટ પર ભગવાન ગણેશનું ચિત્ર છપાયેલું છે. ઇન્ડોનેશિયા દક્ષિણપૂર્વ એશિયાનો એક એવો દેશ છે. જ્યાં ઇસ્લામમાં માનનારા મોટાભાગના લોકો રહે છે. ઈન્ડોનેશિયાનું ચલણ ઈન્ડોનેશિયન રુપિયા કહેવાય છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં અહીં વીસ હજારની નોટ પર ભગવાન ગણેશનું ચિત્ર છપાયેલું છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય છે પણ આ વાત બિલકુલ સાચી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડોનેશિયામાં ભગવાન ગણેશને કલા, વિજ્ઞાન અને શિક્ષણના દેવતા માનવામાં આવે છે. તેથી, મુસ્લિમ દેશ હોવા છતાં, ભગવાન ગણેશને આ દેશમાં ઘણું મહત્વ આપવામાં આવે છે. જેના કારણે અહીં વીસ હજારની નોટો પર ભગવાન ગણેશની તસવીર છપાઈ છે. થોડા વર્ષો પહેલા ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે પડી ભાંગી હતી. દરમિયાન, ઈન્ડોનેશિયાની સરકારે વીસ હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છાપવાનો નિર્ણય કર્યો. ત્યારથી, દેશની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થયો છે.