એક શખ્સે ખુલાસો કર્યો કે 83 વર્ષની ઉંમરે તે પિતા બન્યો છે. શક્સનું નામ અલ્બર્ટો કોર્મિલિએટ છે. તે એક ન્યૂટ્રીશન એક્સપર્ટ છે. તેમની પત્નીની ઉંમર તેમના કરતા અડધાથી પણ ઓછી છે. તેમનું નામ એસ્ટેફાનિયા પાસક્વીની છે અને તેની ઉંમર 35 વર્ષ છે. એસ્ટેફાનિયા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ બાદ પ્રેગ્નેન્ટ થઈ છે.
જોકે અલ્બર્ટોની ઉંમક ખૂબ વધારે થઈ ચુકી છે. જોકે તેમને વિશ્વાસ છે કે તે પોતાના દિકરા એમિલિયોનું ભરણ પોષણ સારી રીતે કરી શકશે. તેમણે કહ્યું, “હું સારી રીતે જાણુ છું કે જીવન અનંત નથી. પરંતુ આ નાનકડુ બાળક અહીં છે અને હું તેની સાથે હું તેની સાથે ત્યાં સુધી રહીશ જ્યાં સુધી સમય છે. ”
ભવિષ્ય વિશે વિચારવા પર અબ્લર્ટો કહે છે કે તે ઓર્ડિયો મેસેજ દિકરા માટે રેકોર્ડ કરી રહ્યા છે. જેથી તે ભવિષ્યમાં તેને સાંભળી શકે. જોકે તે હજુ બાળક છે. પરંતુ તેમનો એક ફોન નંબર છે. જેમાં વોટ્સએપ છે. જેમાં વોટ્સએપ છે. તેમાં તે ઓડિયો મેસેજ રેકોર્ડ કરે છે અને વીડિયો મેસેજ પણ મોકલે છે.
અલ્બર્ટોના બે દિકરા રેની અને એડ્રિયન છે. ત્યાં જ તેની ત્રણ પૌત્રીઓ છે. તેમની પહેલી પત્ની મોનિકા અરબોરગાસ્ટનું મોત 2017માં થયું હતું. અલ્બર્ટો એર્જેન્ટીનાનો રહેવાસી છે. તેમને વર્ષ 2012માં કોલન કેન્સર થયું હતું. પરંતુ સર્જરી બાદ તેમના ટ્યુમરને હટાવી દેવામાં આવ્યું હતું.