આપણે આપણી આસપાસ કોઇને ફ્લર્ટ કરતા જોયા હશે. વ્યક્તિ એક બે માણસ જોડે ફ્લર્ટ કરે. અરે ચલો, 10 છોકરીઓ સાથે ફ્લર્ટ કરે પરંતુ શું તમે એવું સાભળ્યુ છે કે એક જ વ્યક્તિ એક સાથે 85 મહિલાઓ સાથે ફ્લર્ટ કરે ? સાંભળીને નવાઇ લાગીને , પરંતુ આવુ જ બન્યુ છે અમેરિકામાં. જ્યાં એક પુરુષે એક સાથે 85 મહિલાઓ જો઼ડે ફ્લર્ટ કર્યુ હોય. આ શખ્સની ગર્લફ્રેન્ડ હોવા છતાં તે અન્ય છોકરીઓ સાથે વાત કરતો હતો. આ ખુલાસો તેની ગર્લફ્રેન્ડે જ કર્યો છે. આ મહિલાએ ટિકટોક વીડિયો શેર કરીને જણાવ્યુ કે તેના બોયફ્રેન્ડના મોબાઇલમાં ડેટિંગ એપ હતી અને તેના માધ્યમથી તે 85 છોકરીઓને મેસેજ મોકલતો હતો. જો કે એક છોકરીઓ રિપ્લાય કરતી ન હતી.
એક મીડિયાના અહેવાલ અનુસાર તેના બોયફ્રેન્ડની પોલ ખોલનાર આ મહિલાનું નામ ટોરી છે. ટોરીએ તેના ટિકટોક એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેણે જણાવ્યું કે તેણે તેના પ્રેમીના મોબાઈલમાં ડેટિંગ એપ જોઈ હતી, જેના પછી તે બોયફ્રેન્ડનું સત્ય બહાર લાવવા માટે મક્કમ હતો.
આ મહિલાએ વધુમાં કહ્યું કે રસપ્રદ વાત એ છે કે કોઈ મહિલાએ તેને ભાવ આપ્યો જ નહી. કોઇ એકે પણ તેને રિપ્લાય કર્યો ન હતો. મહિલાએ કહ્યું કે જ્યારે મે મારા બોયફ્રેન્ડને અન્ય વ્યક્તિ સાથે વાત કરવા માટે ઉત્સુક જોયો તો મારુ દિલ તૂટી ગયું. મહિલાએ કહ્યુ કે મારો બોયફ્રેન્ડ મને દગો આપવા માગતો હતો પરંતુ તેમ શક્ય ન બન્યું.
આ મહિલાએ જણાવ્યું કે જ્યારે તેણે જોયું કે તેના બોયફ્રેન્ડના મોબાઈલમાં એક ડેટિંગ એપ ડાઉનલોડ છે તો તેણે તેને ઓપન કરી. ત્યારે જાણવા મળ્યું છે કે તેનો બોયફ્રેન્ડ અન્ય યુવતીઓ સાથે વાત કરવા માટે મેસેજ મોકલતો હતો. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેના બોયફ્રેન્ડે ઓછામાં ઓછી 85 છોકરીઓને આ જ મેસેજ મોકલ્યો હતો અને મેસેજમાં માત્ર Hi બોલતો હતો.