આજની આધુનિક ટેકનૉલોજિ ન વિકસે તેટલી ઓછી છે. માણસની નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી દરેક વસ્તુની જરૂરીયાત પૂરી કરતી શોધ થઈ ચૂકી છે. ત્યારે હવે ફ્રાન્સમાં દક્ષિણના પર્વતીય પ્રદેશમાં વિશ્વભરમાં સાફ અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત મેળવવા માટે સૂર્યનું નિર્માણ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઐતિહાસિક કામમાં ભારત સહિત 35 દેશોના વૈજ્ઞાનિકો સામેલ થયા છે. જ્યારે આ સૂર્ય તૈયાર થશે, ત્યારે માનવ ઇતિહાસની સૌથી મોટી ઊર્જા કટોકટીનો અંત આવશે. સાથે જ જળવાયુ પરિવર્તનના વિનાશ સામે ઝઝૂમી રહેલી પૃથ્વી પણ સંકટથી મુક્ત થઈ જશે. આ સૂર્યમાં એક ગ્રામ પરમાણુ ઉર્જાની શક્તિ 8 ટન ક્રુડ ઇંધણ બરાબર હશે. વૈજ્ઞાનિકો પરમાણુ ફ્યુઝન પર પોતાનું વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યુક્લિયર ફ્યુઝન એ જ પ્રક્રિયા છે જે આપણા સૌર મંડળના સૂર્ય અને અન્ય તારાઓમાં કુદરતી રીતે થાય છે.
ફ્રાન્સના ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર એ પ્રથમ એવું ઉપકરણ હશે જે લાંબા સમય સુધી ફ્યુઝન પ્રતિક્રિયા ચાલુ રાખશે. આમાં ઈન્ટીગ્રેટેડ ટેકનોલોજી અને મટીરીયલનું પરીક્ષણ કરવામાં આવશે, જેનો ઉપયોગ ફયુઝનથી વીજળીના કોમર્શિયલ ઉત્પાદન માટે કરવામાં આવશે. તેનો 1985 માં પ્રાયોગિક ધોરણે વિચાર કરવામાં આવ્યો હતો. તેની ડિઝાઇન તૈયાર કરવામાં ભારત, જાપાન, કોરિયા, યુરોપિયન યુનિયન અને અમેરિકાની ભૂમિકા છે.
પરંતુ આ પ્રક્રિયાનું પૃથ્વી પર પુનરાવર્તન કરવું સરળ નથી. પરમાણુ ફ્યુઝનમાં અશ્મિભૂત ઇંધણથી વિપરીત અમર્યાદિત ઊર્જા મળે કરે છે. તેમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્પન થતો નથી. રેડિયોએક્ટિવ કચરામાંથી પણ છુટકારો મળે તેવી ઉમ્મીદ છે.
આ વિશાળ રિએક્ટરને એસેમ્બલ કરવા માટે લાખો કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવશે, જેનું વજન 23,000 ટન હશે અને આ પ્રોજેક્ટ ઇતિહાસમાં સૌથી જટિલ એન્જિનિયરિંગ પ્રયાસ છે. લગભગ 3,000 ટન સુપરકન્ડક્ટિંગ ચુંબક, જેમાં ઘણા ચુંબક જમ્બો જેટ કરતા પણ વધુ ભારે છે, તેને 200km સુપરકન્ડક્ટિંગ કેબલ્સ દ્વારા જોડવામાં આવશે, જે તમામ વિશ્વના સૌથી મોટા ક્રાયોજેનિક પ્લાન્ટ દ્વારા – 269°C પર રાખવામાં આવશે.