રાજસ્થાનના અજમેરમાં આવેલ બ્યાવરમાં પ્રોપર્ટીના વિવાદને લઈને બંને પક્ષ આમને સામને આવી ગયા. આ દરમિયાન બંને તરફથી ચાર મહિલાઓ પણ એકબીજા સાથે સામ સામે આવી હતી. સ્થિતિ એવી બની કે અંદરો અંદર લડતી ચારેય મહિલા પેટ્રોલ પંપ નજીક પસાર થતી ગટરમાં પડી ગયા હતા. કાદવ-કીચડ વચ્ચે પણ તેમની વચ્ચે મારપીટ ચાલુ જ રહી હતી અને એકબીજાના વાળ પકડીને લડતી હતી. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલીસ પહોચી અને ઝઘડો શાંત પાડ્યો હતો અને બંને પક્ષને પોલીસ મથકે લઇ ગયા હતા.
શહેરના ટાટગઢ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પર પ્રોપટીના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે સંઘર્સ થઈ હતી. આ ઝઘડામાં બંને પક્ષની મહિલાઓ પણ સામેલ થઇ ગઈ અને મારપીટ ચાલુ કરી દીધી અને ત્યાં પેટ્રોલ પંપની બહારથી પસાર થતી ગટરમાં પડી ગઈ હતી. દુર્ગંધ અને ગંદા નાળામાં પણ બંને એકબીજાના વાળ પકડીને લડતી રહી. આ દરમિયાન એક બાજુથી એક યુવકે ગટરમાં છલાંગ લગાવીને એક મહિલા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ જોઇને બીજી તરફના શખ્સે પણ ગટરની ઉપરથી જ ઉગ્ર લાતોથી યુવકને મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કરીને ગટરમાં પડી ગયેલી મહિલાઓને બહાર કાઢી હતી.
https://twitter.com/FactTheFactory/status/1537663623283154944?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537663623283154944%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdevrani-jethani-fell-in-the-drain-while-fighting-video-gone-viral
ઘટનાની માહિતી મળતા સ્થળ પર શહેર પોલીસ પહોચી ગઈ હતી અને બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં બંને તરફથી અને એકબીજા તરફથી એકબીજા સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદો અંગે કેસની તપાસ કરી રહી છે. શહેરના પોલીસ અધિકારી સુરેન્દ્રસિંહ જોધાએ જણાવ્યું હતું કે નાયરા પેટ્રોલ પંપના માલિક નરેન્દ્રકુમાર આર્ય અને તેના પરિવારની વિધવા સંગીતા કુમાવત વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલે છે. ગુરુવારે સાંજે આ જ વિવાદને લઈને પરિવારના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં બંને પક્ષના લોકો પણ ઘાયલ થયા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.