Shakib Al Hasan: શાકિબ અલ હસનને મોટો ફટકો, બોર્ડના નિવેદનથી મળ્યા મોટા સંકેત
Shakib Al Hasan: શાકિબ અલ હસનને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો આંચકો લાગ્યો છે. તે આગામી વનડે શ્રેણીમાં બાંગ્લાદેશ તરફથી રમી શકશે નહીં.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે Shakib Al Hasan ને લઈને મોટી જાહેરાત કરી છે. તે અફઘાનિસ્તાન સામેની આગામી વનડે શ્રેણીમાં જોવા મળશે નહીં. આ પહેલા શાકિબ અલ હસન તેની છેલ્લી વિદાય મેચ દક્ષિણ આફ્રિકા સામે ઘરની ધરતી પર રમવા માંગતો હતો. પરંતુ બોર્ડે આની મંજૂરી આપી ન હતી. હવે શાકિબ આગામી શ્રેણીમાંથી પણ બહાર છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ફારૂક અહેમદે આ વિષય પર ખુલીને વાત કરી છે.
Shakib Al Hasan unlikely to play ODIs against Afghanistan, says BCB president Faruque Ahmed
— Hamza Hameed (@HamzaHameeeed) October 31, 2024
શાકિબ અલ હસનને મોટો ફટકો
બાંગ્લાદેશ UAEની ધરતી પર આગામી વનડે શ્રેણી રમવા જઈ રહ્યું છે. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ શાકિબને તક આપવાના મૂડમાં નથી. BCBના અધ્યક્ષ ફારુક અહેમદે કહ્યું કે શાકિબ અલ હસન અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં રમે તેવી શક્યતા નથી. તમને જણાવી દઈએ કે શાકિબ અલ હસન એક મહિનાથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે છેલ્લે ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળ્યો હતો. તેણે શ્રેણીની વચ્ચે ટેસ્ટમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી. તે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં છેલ્લી વખત બાંગ્લાદેશ માટે વિદાય મેચ રમવા માંગતો હતો.
બોર્ડે મોટું નિવેદન આપ્યું છે
ફારુક અહેમદે પોતાની પ્રેસ કોન્ફરન્સને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું કે શાકિબ તેની વિદાય ટેસ્ટ રમવા આવી શક્યો ન હતો, ત્યારબાદ તેણે વધારે પ્રેક્ટિસ કરી ન હતી. મને લાગે છે કે તેને ફરીથી એકત્ર થવા માટે થોડો સમય જોઈએ છે. અમે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. તે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. તે ટૂંક સમયમાં T10 ટૂર્નામેન્ટ રમી શકે છે.
આ દરમિયાન અધ્યક્ષે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં શાકિબની વાપસીનો સંકેત આપ્યો છે. તમને જણાવી દઈએ કે સાકિબ પર હત્યાનો આરોપ છે. તેથી સુરક્ષા કારણોસર તે બાંગ્લાદેશમાં નથી.