Appleએ ભારતમાં લોન્ચ કર્યું તેનું સૌથી પાવરફુલ લેપટોપ, મળશે M4 ચિપસેટ સહિત મજબૂત ફીચર્સ
Appleએ ભારતમાં MacBook Proની નવી પેઢી લોન્ચ કરી છે. મેક ઇવેન્ટમાં, કંપનીએ તેના સૌથી શક્તિશાળી લેપટોપ મોડલને M4 શ્રેણીના નવા શક્તિશાળી ચિપસેટ સાથે રજૂ કર્યું છે – M4, M4 Pro અને M4 Pro Max. આ નવી લેપટોપ શ્રેણી બે સ્ક્રીન સાઇઝમાં આવે છે – 14 ઇંચ અને 16 ઇંચ. ઉપરાંત, કંપનીએ 16GB રેમ સાથે M2 અને M3 ચિપ્સ સાથે MacBook Air લોન્ચ કરી છે.
MacBook Pro શ્રેણી કિંમત
14 ઇંચ ડિસ્પ્લે અને M4 ચિપવાળા Apple MacBook Pro મોડલની શરૂઆતી કિંમત રૂ. 1,69,900 છે. કંપનીએ તેની MacBook Pro સિરીઝના બેઝ મોડલમાં 16GB રેમ આપવાનું પણ શરૂ કર્યું છે. તેના 16 ઇંચના ડિસ્પ્લે અને M4 પ્રો ચિપવાળા મોડલની પ્રારંભિક કિંમત રૂ. 2,49,900 છે. Appleની આ પ્રીમિયમ લેપટોપ શ્રેણી ભારતમાં 8 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપની તેની ખરીદી પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
MacBook Pro 2024ની વિશેષતાઓ
M4 ચિપસેટ સાથે MacBook Pro 2024 લેપટોપમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર હશે. કંપનીએ આ લેપટોપ સીરીઝમાં ફાસ્ટ ચાર્જિંગ માટે Thunderbolt 5 આપ્યું છે. તેમાં 12MP સેન્ટર સ્ટેજ કેમેરા છે. આ લેપટોપને 14 ઈંચ અને 16 ઈંચની સ્ક્રીન સાઈઝમાં રજૂ કરવામાં આવ્યું છે. આમાં કંપનીએ M4 સિરીઝનું લેટેસ્ટ ફ્લેગશિપ પ્રોસેસર આપ્યું છે. M4 લેપટોપમાં 16GB રેમ છે. જ્યારે, M4 Pro અને M4 Pro Max લેપટોપમાં 24GB રેમ છે.
Appleના આ લેપટોપને લેટેસ્ટ macOS Sequoia 15.1 સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં ChatGPT LLM આધારિત Apple Intelligence ફીચર ઉપલબ્ધ છે. કંપનીએ તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સપોર્ટ માટે ન્યુરલ એન્જિન ફીચર આપ્યું છે. તેમાં આપવામાં આવેલ Thunderbolt 5 પોર્ટ 120Gbpsની ઝડપે ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. આ સિવાય Appleએ M2 અને M3 ચિપ્સ સાથે MacBook Air મોડલમાં 16GB રેમ પણ આપી છે. આ લેપટોપની શરૂઆતી કિંમત 99,900 રૂપિયા છે.