આજે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવશે,તેની સાથે તેમને કહ્યું કે કે નિયમો અનુસાર લૉકડાઉન ચાલુ જ રહેશે. જો કોઈ નિયમનો ભંગ કરશે તો પગલાં લેવાશે. હાલમાં સ્થિતિ અન્ય દેશ કરતાં સારી છે. તો દરેક દેશવાસીઓએ 3 મે સુધી લૉકડાઉન 2.0નું પાલન કરવાનું રહેશે.
દેશવાસીઓને આપ્યા ખાસ સાત સંદેશ
1. પોતાના ઘરમાં વડીલો અને વૃદ્ધોનું ધ્યાન રાખો. ખાસ જેમને જૂની બીમારી હોય તેમનું વિશેષ ધ્યાન રાખી કોરોનાથી બચાવો.
2. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું સંપૂર્ણ પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર અને માસ્કનો અનિવાર્ય રીતે ઉપયોગ કરો.
3. પોતાની ઈમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી, કાઢો વગેરે જેવું પીવો.
4. કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ ઍપ જરૂર ડાઉનલોડ કરો અને લોકોને પણ કરાવો.
5. જેટલું બની શકે તેટલા ગરીબ પરિવારની દેખરેખ કરો અને તેમને ભૂખ્યાં ન સૂવા દો.
6. તમારા વ્યવસાય, ઉદ્યોગોમાં કામ કરતા લોકો સાથે સંવેદના રાખો અને કોઈને નોકરીથી ન કાઢો.
7. દેશમાં કોરોના યોદ્ધાઓ જેવા સફાઈકર્મી, ડૉક્ટર્સ, પોલીસકર્મી, હેલ્થ વર્કર્સનું સન્માન કરો.