Stock Market closing: દિવાળીના એક દિવસ પહેલા સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ, બેન્કિંગ આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ
Stock Market closing: દિવાળીના એક દિવસ પહેલા સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી અને ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં આ ઘટાડો થયો છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 426 પોઈન્ટના ઘટાડા સાથે 79,942 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126 પોઈન્ટના ઘટાડા સાથે 24,340 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો હોવા છતાં, મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 436.13 લાખ કરોડ હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 434.86 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.27 લાખ કરોડનો વધારો થયો છે.
વધતા અને ઘટતા શેર
આજના કારોબારમાં BSE પર કુલ 4011 શેરોનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2892 શેરો ઉછાળા સાથે અને 1040 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 79ની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 19 વધ્યા અને 31 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં મારુતિ સુઝુકી 1.92 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.77 ટકા, અદાણી પોર્ટ્સ 1.47 ટકા, આઇટીસી 0.72 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકા, એલએન્ડટી 0.68 ટકા, ટાઇટન 0.40 ટકા, એચયુએલ 0.83 ટકાના વધારા સાથે બંધ થયા છે. થયું છે. જ્યારે ઈન્ફોસિસ 2.01 ટકા, ICICI બેન્ક 1.52 ટકા, કોટક બેન્ક 1.32 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.28 ટકા, SBI 1.23 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.