Israel-Hamas યુદ્ધની શરૂઆત બાદ આ ક્ષેત્રની તેમની 11મી મુલાકાતે મંગળવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયલ પહોંચ્યા.
Israel-Hamas:હમાસના ટોચના નેતા યાહ્યા સિનવરની હત્યા બાદ યુદ્ધવિરામના પ્રયાસો ફરી શરૂ કરવાની યુએસની આશા વચ્ચે તેઓ ટોચના અધિકારીઓને મળે તેવી શક્યતા છે. બ્લિન્કેન મંગળવારે ઇઝરાયેલ પહોંચ્યા તેના કલાકો પહેલાં, હિઝબોલ્લાહે દેશના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સાયરન વગાડીને મધ્ય ઇઝરાયેલમાં ઘણા રોકેટ છોડ્યા હતા.
આ હુમલામાં હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લેબનોન તરફથી તેમના દેશ પર પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટા ભાગના ઇઝરાયેલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી દ્વારા નાશ પામ્યા હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે હુમલા બાદ નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન લેબનોનથી ઉત્તર ઈઝરાયેલમાં લગભગ 15 રોકેટ છોડવામાં આવ્યા હતા.