અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે,કોવિડ-19 એમ જ ખતરનાક બીમારી મનાતી નથી. ફ્લુના લક્ષણો વાળા અન્ય સંક્રમણોની તુલનામાં આ વાયરસ વધુ ખતરનાક ન્યુમોનિયા બનાવે છે. તે હીમોગ્લોબિનમાંથી આયરન તોડીને તેને ફ્રી કરી દે છે. ફેફસાને ડેમેજ કરે છે. વેન્ટીલેટર સપોર્ટ છતાં શરીરમાં ઓક્સિજન પહોંચી શકતો નથી. દર્દી હાઇપોક્સિયામાં જઇ શકે છે. મોટાભાગના મૃત્યુમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર જોવા મળ્યું છે.
ચીનમાં થયેલા એક સંશોધન મુજબ કોવિડ-19 વાયરસ એ કોરોનાના અન્ય સાત સ્ટ્રેન, સ્વાઇન ફ્લુ અને ઇન્ફ્લુએન્ઝા વાયરસની તુલનામાં અલગ ઢંગથી ઉભરે છે. WHOએ પણ માન્યુ કે અન્ય ગંભીર બીમારીઓ પણ નિમોનાઇટીસ બની શકે છે. કોવિડ-19ના અન્ય ખતરનાક પાસાઓ પણ મળ્યા છે. આ વાયરસ હિમોગ્લોબીનની ઓક્સિજનથી બંધાવાની ક્ષમતા તોડી નાંખે છે. આયરનના ફ્રી રેડિકલ અંગોને નુકશાન પહોંચાડવા લાગે છે. આયરનની માત્રા નિયંત્રિત કરવા માટે એલ્વોલિન સક્રિય થઇ જાય છે, પરંતુ અહીં ગુચ્છા બની જાય છે. તે અંગને ડેમેજ કરી દે છે.
ICUમાં ભરતી દર્દીઓમાંથી મોટી સંખ્યામા મલ્ટી ઓર્ગન ફેલ્યોરમાં મૃત્યુ પામ્યા. તપાસમાં જાણવા મળ્યુ કે તેમાં ન્યુટ્રોફિલ્સની માત્રા ઘટી ગઇ, જે પ્રતિરોધક ક્ષમતા ઘટવાના સંકેત મળ્યા. દર્દીઓમાં સી-રિએક્ટીવ પ્રોટીન અને એલ્બ્યુમિન વધ્યુ. તેનાથી શરીરની અંદર કોરોનાના સંક્રમણની ગંભીરતાની જાણ થઇ શકી. મેરઠમાં કોરોના સંક્રમિત એક વૃધ્ધનુ મોત આ સ્થિતિમાં જ થયુ.
ક્રિટિકલ કેર નિષ્ણાત ડો અવનીત રાણાનું કહેવુ છે કે કોરોના સંક્રમણને હળવાશથી ન લો. સાર્સ, મર્સ અને સ્વાઇન ફ્લુ જેવા વાયરલ સંક્રમણ માં પણ ન્યુમોનિયા બનતા હતા, પરંતુ કોવિડ-19માં વાઇરસ હિમોગ્લોબિન પર હુમલો કરીને આયરન તોડી દે છે. આવા સંજોગોમાં શરીરમાં ઓક્સિજન આવી શકતો નથી.