Womens T20 WC 2024 NZ vs SA: ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી
Womens T20 WC 2024 NZ vs SA: ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. અહીંથી જે ટીમ ટાઈટલ જીતશે તે ઈતિહાસ રચશે
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બંને ટીમો ફાઇનલમાં પહોંચવાની સાથે જ એક વાત નક્કી થઈ ગઈ હતી કે એક ટીમ T20 વર્લ્ડ કપનો ખિતાબ ચોક્કસપણે જીતશે. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની માત્ર મહિલા ટીમો જ નહીં પરંતુ પુરૂષ ટીમો પણ અત્યાર સુધી એક પણ T20 વર્લ્ડ ટાઇટલ જીતી શકી નથી.
Womens T20 WC 2024 NZ vs SA: મહિલા T20 વર્લ્ડની 2024ની ફાઈનલ 20 ઓક્ટોબર, રવિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વિજેતા ટીમ ઈતિહાસ રચશે, કારણ કે વિજેતા ટીમ પોતાના દેશને પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવશે. હવે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
સાઉથ આફ્રિકાએ 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અહીં આફ્રિકાને ટીમ ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આફ્રિકન મહિલા ટીમ ફાઇનલમાં કેવું પ્રદર્શન કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ન્યુઝીલેન્ડ અને આફ્રિકાનું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડઃ ન્યૂઝીલેન્ડે ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં હરાવ્યું હતું અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને અને ચોથી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી આફ્રિકાએ સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સાઉથ આફ્રિકાઃ ગ્રુપ બીમાં હાજર સાઉથ આફ્રિકાએ પણ ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. આફ્રિકાની ટીમે વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. આફ્રિકાને ઈંગ્લેન્ડ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી.