જેમ જેમ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેની સાથે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે આ આકરા તડકા અને ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે સતત કઇકને કઇક પીણા પીતા રહેવું જોઇએ. ખાસ કરીને બાળકોને ગરમીની અસર વધારે થાય છે. આવી ગરમીમાં બાળકોથી લઇને મોટા લોકોને લૂ અને ગરમીથી બચવા માટે લિક્વિડની ખૂબ જરૂર હોય છે. તો ગરમીથી રાહત મેળવવા માટે આજે અમે તમારા માટે શિકંજીની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.
- 1 નંગ લીંબુ
- 2 ગ્લાસ પાણી
- 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી સંચળ
- સ્વાદ અનુસાર ખાંડ
- જરૂર મુજબ બરફના ટૂકડા
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં પાણી લો.
- હવે લીંબુને બે ટૂકડામાં કટ કરી લો.
- ત્યાર પછી પાણીમાં લીંબુના ટૂકડાનો રસ નીચવી લો.
- હવે પાણીમાં શેકેલા જીરાનો પાઉડર, સંચળ, મીઠું અને ખાંડ ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી લો.
- ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચીથી પાણીને હલાવતા રહો.
- હવે શિકંજીને એક ગળણીની મદદથી ગાળી લો અને એક ગ્લાસમાં નીકાળી લો.
- શિકંજીમાં ઉપરથી ફુદીનાના પાનથી સજાવટ કરો.