ગુજરાતમાં કોરના વાયરસના COVID 19 લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં 493 દર્દીમાંથી 428 લોકલ ટ્રાન્સમિશનના છે. મોતમાં પણ ક્યાંય બહાર ન ગયા હોય અને કોરોનાગ્રસ્ત થયા હોય. પછી તેમનું મોત થયુ હોય તેવો આંકડો ડરામણો છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ભરખમ વધારો થઇ રહ્યો છે,અત્યાર સુધી ગુજરાતમાં 493 દર્દીઓ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જેમાંથી 23 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 422 જણાની સ્થિતિ સ્થિર છે. 44 જણા સાજા થઈ ગયા છે તેમને રજા આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં 493 પોઝિટિવ કેસમાંથી 428 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જ્યારે 33 લોકો વિદેશપ્રવાસ કરીને આવ્યા છે અને માત્ર 32 જ લોકો આંતર રાજ્ય પ્રવાસ કરીને આવ્યા છે. મૃત્યુ પામેલામાંથી પણ 23 લોકો કોરોનાથી મરણ પામ્યા છે તેમાંથી 17 જણા ક્યાંય ફરવા ગયા જ નહતા તેમને સ્થાનિક લેવલેથી કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમનું મરણ થયુ છે.
આજે કોરોના પોઝિટવના નવા 25 કેસ નોંધાયા છે અને એકનું મરણ થયુ છે. આજે એક પણ દર્દી સાજો નથી થયો. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદના 23 કેસ છે જ્યારે આણંદના 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.
કેટલા ટેસ્ટ થયા?
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 61 કેસ પોઝિટિવ આવ્યા છે. 2686 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 116 ટેસ્ટ પેન્ડિંગ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10994 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 493 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 10397 નેગેટિવ આવ્યા છે અને 116ના રિપોર્ટ પેન્ડિંગ છે.
કેટલા લોકો ક્વોન્ટાઈન?
14,013 હોમ ક્વોરન્ટાઈન છે. 1406 લોકોને સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટાઈન કરાયા છે જ્યારે 142 લોકોને ખાનગી ફેસિલીટીમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ 15,561 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.