ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યુ છે, ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો માસ્ક નહીં પહેરો તો રૂા. 5000નો દંડ કરવામાં આવશે.
આવતીકાલે 6 વાગ્યાથી આ કાયદો અમદાવાદ મનપાની સરહદમાં લાગુ થઈ જશે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 268 કેસ નોંધાઈ ચુક્યા છે અને 11 લોકોના મોત થઈ ચુક્યા છે. હજુ પણ વધુ કેસ બહાર આવી શકે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેરમાં માસ્ક વગર નીકળનારને રૂા. 5000ની સજા કે 3 વર્ષ કેદની જોગવાઈ કરવામાં આવી છે.
મનપા કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, આવતી કાલે 6 વાગ્યાથી મનપાના તમામ વિસ્તાર માટે જાહેર જગ્યાઓએ મુલાકાત માટે માસ્ક ફરજિયાત કરાયા છે. એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ દરેક વ્યક્તિએ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે. આ હુકમનો અમલ આવતી કાલે સોમવારે સવારે 6 વાગ્યાથી અમલી બનશે.
13મી એપ્રિલથી શરુ થશે. 5000 સુધીનો દંડ ભરવો પડશે. 3 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ. કરિયાણા, દૂધ, શાકભાજીથી લઈ તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે. બજારમાં મળે છે તે માસ્ક પણ ચાલશે. માસ્ક ન હોય તે હાથ રૂમાલ પણ બાંધી શકે છે. દુપટ્ટો કે કોઈ પણ કપડાથી મોં અને નાક ઢાંકવુ ફરજિયાત છે.