ભરૂચ જિલ્લો અત્યાર સુધી કોરોના કહેરથી અળગો રહ્યો હતો. વહિવટી તંત્ર અને પોલીસની રાત-દિવસ મહેનત અને અથાગ પ્રયત્નો પર અંતે ભરૂચ પણ કિલર કોરોનાનાં ભરડામાં આવતા ગુરૃવારે ઈખરમાં તમિલનાડુ જમાતનાં ૪ કોરોના પોઝિટીવ આવ્યા બાદ શુક્રવારે વધુ એક પોઝિટીવ કેસ સાથે જંબુસરના દેવલા ગામે હરિયાણી જમાતનાં ૨ પોઝિટીવ સાથે ૨૪ કલાકની અંદર જ કોરોનાનાં ૭ પોઝિટીવ કેસ આવ્યા છે.
ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ જાહેર કરાયો છે. ઇખર ગામમાં પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ રહે છે. જેથી મુનાફ પટેલ સહિત ગામના 7 હજાર લોકોને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી અને કરેણા અને ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી છે. અને ઇખરમાં આરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શંકાસ્પદો લોકોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જરૂરિયાત વિના બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. ઇખર ગામમાં કોરોના વાઈરસના 7 પોઝિટિવ દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે. ભરૂચમાં કોરોના વાઈરસના 7 કેસ પોઝિટિવ આવ્યા છે. આ લોકો તમિલનાડુ તબલીઘ જમાતમાંથી આવ્યા હતા. જ્યારે 6 લોકોને આમોદમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
તમિલનાડુના 10 લોકો અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા હતા. અને ત્યારબાદ તેઓ ભરૂચની મસ્જિદમાં ગયા હતા. અને ત્યાંથી ઇખર ગામમાં ગયા હતા. તમિલનાડુથી આવેલા 10 લોકોના સેમ્પલ લઇને લેબમાં મોકલાયા હતા. જમાંથી 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અને તમિલનાડુના આ લોકો જ્યાં જ્યાં ગયા હતા. તે તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જે લોકો સંપર્કમાં આવ્યા હતા. તેમની ખાસ તપાસ કરાઇ રહી છે.