ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના વાયરસ નામની મહામારીએ પોતાનો ભરડો લીધો છે. દેશભરમાં કોરોનાના કહેરના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના આ કહેરને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે..લોકડાઉનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગરીબ અને શ્રમિક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવાનો એક સેવાયજ્ઞ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.હંમેશા પોતાના સરળ સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા એવા પરેશ ધાનાણી જ્યારે ગુજરાતમાં કોરોના મહામારીના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે ત્યારે ફરી એકવાર ગરીબ અને જરુરીયાતમંદોની વ્હારે આવ્યા છે. પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા અમરેલી, વડીયા, કુંકાવાવ તાલુકાના તમામ ગામોના હજારો ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પહોંચાડાઇ રહ્યું છે.અત્યાર સુધીમાં વિરોધ પક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા આશરે સવા લાખથી પણ વધુ લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવ્યું છે..હાલ ટનબંધ રસોઈ તૈયાર કરીને છેવાડાના ગામડાઓ સુધી હજારો ભૂખ્યા લોકો સુધી કોળિયો પહોંચાડવા માટે હજારો સ્વયંસેવકો સ્વેચ્છિક રીતે તનતોડ મહેનત કરી રહ્યા છે….તેમજ પરેશભાઈ ધાનાણી તેમજ સેવામાં જોડાયેલા દાતાઓ પણ પોતે રસોડામાં તૈયાર થયેલી જ રસોઈ જમે છે. તેઓએ માત્ર રસોઈ પહોંચાડવાનું જ કાર્ય નથી કર્યું પરંતુ કેટલાક પ્રસંગોએ તેઓ જાતે રસોડામાં હાજર રહી ટીફીનની સેવામાં જોડાયા હતા. પરેશ ધાનાણીની આ સેવાકીય પ્રવૃત્તિની હાલ ચારેય કોર પ્રશંસા થઈ રહી છે…
https://www.facebook.com/pareshdhananiofficial/videos/642085156360423/