વેલ, ગુગલ એ એક એવું હથિયાર છે જેને આપણે ખુબ સરળતાથી વાપરી શકીએ છીએ. આપણા માટે એ એક માહિતીનો સ્તોત્ર જ નહિ પરંતુ ટાઈમ પાસ પણ છે. જો કે અમુક લોકો અમુક ફની બાબતો માટે ગુગલને ખુબ ગંભીરતાથી જુએ છે. મને નથી ખબર કે આ મહિલાઓને તેના જવાબ મળ્યા કે નહિ? પરંતુ હા મહિલાઓએ સર્ચ કરેલી આ આઈટમો કદાચ ખુબ વિચિત્ર છે.
1. શું હું વાઈનને બલ્કમાં ખરીદી શકું? આ સવાલ પર હસવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.
2. આ બીજો એવો સવાલ છે જે સૌથી વધુ સર્ચ થયેલો છે. તે કદાચ ચિંતા છે, ડર છે અથવા તો પછી લેક ઓફ નોલેજ. પ્રશન છે કે શું હું પ્રેગ્નેટ છું? કદાચ સ્ત્રીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન આ જ હશે.
3. મહિલાઓ કદાચ પોતાની જાતને સૌથી સેક્સી સાબિત કરવા મથતી હશે અને તેના માટે અવનવા પ્રયોગ પણ કરતી હશે એટલે જ ત્રીજો સવાલ છે કે શું હું પણ ટાવર્કિંગ ગેમ રમી શકું કે કેમ? (ટાવર્કિંગ ગેમ એટલે શું એ માટે ગુગલ કરશો.)
4. યુનીકોનના ક્રેઝથી મહિલાઓ પાગલ છે અને બસ શું મને યુનીકોન મળી શકે તે ચોથા નંબરનો સવાલ બન્યો છે.
5. હું કઈ રીતે વજન ઘટાડી શકું? ખોટું નહિ બોલતા પણ તમે પણ આ સવાલ ગુગલ કર્યો હતો ને?
6. પોતાની જાતને ગુગલ પર સર્ચ કરવી. આ તો દરેક વ્યક્તિ કરે છે. અને કદાચ એમાં ખોટું પણ નથી. આપણે કેટલા ફેમસ છીએ એ તો જાણવું જ જોઈએ.
7. મહિલાઓ પોતાના વાળની ખુબ નજીક હોય છે, અને પોતાના વાળ કેમ કાપવા એ કદાચ દરેક કિટ્ટી પાર્ટીનો પણ સવાલ હોય જ છે.
8. ક્યારેક ખુબ પઝેસીવ બનવું કે જેલસ થવું પણ સ્વીકાર્ય છે. અને મહિલાઓ આ વાતમાં નંબર આઠ પર છે. લોયલ્ટી ટેસ્ટની વાતમાં જ તો. જેલસ કે પઝેસીવ માટે તો પ્રથમ નંબર પર અકબંધ છે.
9. પીરીયડસ અને તેને લગતા પ્રશ્નો. જે એક મેજર પ્રશ્ન છે મહિલાઓના જીવનનો. કેમકે સ્ટ્રેસફૂલ હોવા છતાં પણ એ દિવસોમાં તે હસતા જોવા મળે છે.
10. ટેટુનો ક્રેઝ તો દરેક વ્યક્તિમાં જોવા મળે જ છે. અને આથી જ પોતાને કયું ટેટુ સુત થશે તેની ચિંતા હર કોઈને છે.