કોરોના વિશ્ર્વ વ્યાપી બિમારી બની ગઇ છે,અને તેના બચવા અને ભારતે વિશ્ર્વ એકતાની મિશાલ આપી છે,કોરોના વાયરસથી પીડિત બ્રાઝિલે હાઈડ્રોક્સીક્લોરોક્વીનને એક ‘ગેમ ચેન્જર’ ગણાવી છે. આ સાથે જ દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનને સંજીવની બુટ્ટી ગણાવી છે. બ્રાઝિલે આ મેલેરિયા વિરોધી દવા સપ્લાય કરવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય માટે મહાન નેતા ગણાવ્યા હતા.
દુનિયાભરથી આવી રહેલી માંગની વચ્ચે ભારતે કહ્યું કે તે માનવીય આઘાર પર દવાની નિકાસ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે આ કોઈ પણ સરકારનું કર્તવ્ય હોય છે. પહેલાં તે નક્કી કરે કે તેની પાસે જરૂરી સંસાધન કે દવાઓ છે કે નહીં. આ કારણે પહેલાં પગલાં લેવાયા હતા અને કેટલીક દવાઓનો પ્રતિબંધ લગાવાયો હતો. ભારતે સોમવારે 12 દવાઓ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે.
પેરાસિટેમોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા લાઈસન્સ કેટેગરીમાં રહેશે અને તેની માંગ પર સતત નજર રાખવામાં આવશે. જો માંગના અનુરૂપ સ્ટોક રહેશે તો થોડા સમય સુધી દવાના નિકાસની અનુમતિ આપી શકાય છે. વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીના સમયે ભારતે હંમેશા કહ્યું છે કે એવી મુશ્કેલ સ્થિતિમાં વિશ્વએ એક થઈને લડવાનું છે. તેમાં માણસાઈ પહેલાં આવે છે. ભારતે કહ્યું કે આ દવાઓને એ જરૂરિયાત વાળા દેશમાં મોકલશે જે બીમારીથી વધારે પીડિત છે.