ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા પોતાની તમામ તાકાત કામે લગાડી રહી છે. 21 દિવસનું લોકડાઉન જાહેર કરવાનો પણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેના 14 દિવસ થયા બાદ પણ કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે.લોકડાઉનનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાની પણ ફરીયાદો સામે આવી રહી છે. તો બીજીબાજુ કોરોના સામે લડી શકે તેવી દવા બનાવવાની પણ હાલ શોધ ચાલી રહી છે તેવામાં ગુજરાત અને સમગ્ર દેશ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપાના ચેરમેન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.કેડિલા ગ્રુપના ચેરમેન પંકજ પટેલે દાવો કર્યો છે કે તેઓ ત્રણ મહિનામાં બજારમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે. જોકે, આ અંગે હજી સુધી કોઈ વધુ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા ફાર્મા કંપનીઓને કોરોના સામે લડવા માટેની દવા શોધવાની મંજુરી આપવામાં આવી છે.. ત્યારે કેડિલા ગ્રુપના ચેરમેન દ્વારા આ દાવો કરવામાં આવતા કોરોના સામેની જંગ વિરુદ્ધ ભારત માટે એક આશાનું કીરણ લઈને આવી છે.