ચીઝ! અહા, ચીઝ કરતા વધુ સારું શું હોઈ શકે? એક મિનીટ જો તમે એવી વાત કરવા જઈ રહ્યા હો કે ચીઝથી શરીરને નુકસાન થાય છે, ફેટ વધે છે અને પરિણામે હાર્ટ-એટેક આવે છે તો જરા થોભો.
વધુ જાગૃતતા એ ક્યારેક આપણને નુકસાન પહોચાડી શકે છે. ચાલો મૂળ મુદ્દા પર પરત ફરીએ એટલે કે ચીઝ.. મને તો ચીઝ ખુબ પસંદ છે. દરેક ફૂડમાં ચીઝ ખુબ આસાનીથી ભળી જાય છે અને ટેસ્ટી બનાવે છે.
યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડીયોજીસ્ટ (ESC) ના જણાવ્યા મુજબ ડેરી પ્રોડકટને આપણા ખોરાકના હિસ્સો બનાવવા માટે તેના પર પુનઃવિચાર કરવો જોઈએ. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ડેરી પ્રોડકટના કારણે આપણું જીવન ટૂંકું બને છે (ઉપર જણાવેલી સાયકલ મુજબ) તો જવાબ છે ના.
ડેરી પ્રોડકટના કન્ઝમ્પશન ઉપર થયેલા સવાલો મુજબ ડેરી પ્રોડકટના કારણે માનસિક રોગ, સ્ટ્રેસ ઉપરાંત કેન્સર જેવી બીમારીઓ થાય છે. જેને ESCના રીપોર્ટે નકારી છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર દૂધ સિવાયની કોઈ પણ ડેરી પ્રોડકટ સાથે આ સવાલો સુસંગત થતા નથી. જયારે ચીઝ તો મગજ અને કર્કરોગ સામે રક્ષણ આપે છે. આ વાતને જો સાથ આપીએ તો આપણે હવે આરામથી ડેરી પ્રોડકટ આરોગી શકીશું. ખાસ કરીને ચીઝ અને દહીં. જો કે રીપોર્ટમાં ફેટ-ફ્રી દૂધ પીવાની સલાહ આપવામાં આવી છે. જે CHD થવાના રિસ્કને ઘટાડે છે.
તો રાહ શેની જુઓ છો? ગો ચીઝી…..