દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે,અને તેનાથી બચવા માટે ડોક્ટર અને અને નિષ્ણાતો શરૂઆતથી જ સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવણી અંગે સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને વારંવાર હાથ ધોવા જરૂરી છે,કારણ કે ચેપ ફેલાવવાનું મોટાભાગનું જોખમ હાથ દ્વારા છે. પાણીને સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા માટે જરૂરી છે, અને વારંવાર વોશરૂમમાં જવું શક્ય નથી, ખાસ કરીને કામના સ્થળે અથવા ફરવા જતાં. આવી સ્થિતિમાં લોકો હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ શું સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવાથી કોરોના વાયરસથીનો નાશ થાય છે???
અત્યારે આપણને હાથને વારંવાર સેનિટાઇઝ કરવાની સલાહ આપવામાં આવી રહી છે,જેનાથી આપણે કોરોના વાયરસથી બચી શક્યે .પરંતુ શું સેનિટાઇઝકરના ઉપયોગથી કોરોના વાયરસનો નાશ થાય છે??
તમે વિવિધ હેન્ડવોસની એડર્સ જોઇ હશે કે આના ઉપયોગ કરવાથી તમે બિમાર નહિ થવા પરંતુ શું કે સાચુ પુરવાર થયું??
સેનિટાઇઝર અને હેન્ડવોસનું કામ તમારા હાથમાં રહેલા જમ્સ,બેકટેરિયા,કિટાણુંનો નાસ કરવાનો છે,જેની મદદ તમારા હાથ લાગેલા જમ્સનો નાશ થયા છે, એટલે કોઇ કારણોથી તમારા હાથમાં કોઇ પણ જમ્સ આવી જાય તો સેનિટાઇઝર આ જમ્સની શક્તિને ઓછી કરે છે.
તેની આપણને અત્યારે વારંવાર કહેવામાં આવે છે કે હાથ સાફ રાખો,જેથી આપણા હાથમાં રહેલા કોઇપણ જમ્સ આપણા શરીરમાં પ્રવેશના કરે.એનો અર્થ એ બિલકુલ નથી કે સેનિટાઇઝરના ઉપયોગ કરશો તો કોરોના તમને થશે જ નહિ પરંતુ હા તેનું શક્તાઓ ઘણી ઓછી થઇ જશે. એટલે આપણને વારંવાર હાથ સેનેટાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.સેનિટાઇઝરના ઉપયોગથી કોરોનાનો નાશ નહિ પરંતુ કોરોનાથી બચી શકાય છે.
સેનિટાઇઝરના વધુ પડતા ઉપયોગને કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે. તે જ સમયે, ઘણી કંપનીના સેનિટાઇઝર્સમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ છે. આવી સ્થિતિમાં, જો બાળકો તેનો ઉપયોગ કરતી વખતે મો માં જાય તો તે વધુ નુકસાન પહોંચાડે છે. કેટલાક સંશોધનોએ બાળકોની પ્રતિરક્ષા પર ખરાબ અસર હોવાનું વર્ણન પણ કર્યું છે.
સેનિટાઈઝરમાં બેન્જાલ્કોનિયમ ક્લોરાઇડ પણ હોય છે, જે હાથથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરે છે, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ આપણી ત્વચા માટે સારું નથી. ઘણા લોકોને ત્વચામાં બળતરા અને સેનિટાઇઝરથી ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે.