દેશ અને દુનિયામાં જેવી રીતે કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે, તેવી જ રીતે સોશિયલ મીડિયામાં તેને લઇને ઘણી અફવાઓ પણ ફેલાઇ રહી છે,કેટલાક વાયરલ મેસેજમાં દાવો કરવાામાં આવ્યો કે, દારૂ પીવાથી કોરોના વાયરસ દૂર રહે છે. કેટલાક મેસેજમાં કહેવામાં આવ્યું કે ગરમીમાં આ વાયરસ ફેલાતો નથી. આ દાવા ખોટા છે. જે બાદ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં નામે મેસેજ વાયરલ થવા લાગ્યો કે, કોરોના વાયરસ કોબીજ પર સૌથી વધારે કલાક જીવી શકે છે એટલે કોબીજથી દૂર રહો.
આ મેસેજમાં કહેવામાં આવ્યું કે, ડબ્લૂએચઓ પ્રમાણે, કોરોના વાયરસ કોબીજ પર 30 કલાકથી વધારે જીવી શકે છે. આ મેસેજનાં વાયરલ થયા બાદ ડબ્લૂએચઓએ જણાવ્યું કે, આ દાવો ખોટો છે. આ સાથે ભારત સરકારની સમાચાર એજન્સી પ્રેસ ઇન્ફોરમેન બ્યૂરો પ્રમાણે પણ સોશિયલ મીડિયામાં થઇ રહેલો આ દાવો ખોટો છે. આ તથ્ય પાછળ કોઇપણ તથ્ય નથી. બ્યૂરોએ કહ્યું કે, ડબ્લૂએચઓએ આવો કોઇ રિપોર્ટ આપ્યો નથી. લોકો આવી જાણકારીઓથી ભ્રમિત ન થાય.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડબ્લૂએચઓ પ્રમાણે, અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ 9થી 10 કલાક જીવી શકે છે જ્યારે કોબીજ પર આ વાયરસ 30 કલાક જીવી શકે છે. ડબ્લૂએચઓનાં કેટલાક રિપોર્ટ પ્રમાણે આહારને બરાબર ગરમ કર્યા વગર ખાવાથી બીમાર થઇ શકાય છે. કોબીજને વાપરતા પહેલા તેને ગરમ પાણીમાં બરાબર ધોઇ નાંખવી જોઇએ અને પોતાના હાથ પણ યોગ્ય રીતે ધોવા જોઇએ.