આજકાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીનો શિકાર બની છે,અને દરેક દેશ પોતાની રીતે પોતાના દેશવાસીઓને આ વાયરસના કહેરથી બચાવવા માટે પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે,ત્યારે ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે એક સામાન્ય એન્ટી પેરાસિટીક ડ્રગ્સ એટલે કે પેરાસિટીક દવા કોરોનાની સામે અસરકારક સાબિત થઈ શકે છે.
સંશોધન કર્તાઓએ લેબમાં વિકસાવેલી કોશિકાઓ પર તેનું સફળ પરિક્ષણ કર્યુ છે. એન્ટી પૈરાસિટીક ડ્રગ્સ પેરાસિટીકથી થનારી બીમારીની સારવાર કરવામાં ઉપયોગમાં આવશે.
એન્ટી વાયરસ રિસર્ચ નામની પત્રિકાઓમાં પ્રકાશિત કરવામાં આવેલી શોધ પ્રમાણે લેબમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલ કોશિકામાંથી આ વાયરસ ફક્ત 48 કલાકમાં જ ખતમ થઈ ગયો હતો. રિસર્ચરઓએ જોયું કે પહેલા હાજર એક એન્ટી પેરાસિટિક ડ્રગે કોરોનાનો નાશ કર્યો હતો. આ સારવાની દિશામાં મોટી સફળતા છે.
આનાથી હવે ક્લિનિકટ ટ્રાયલનો રસ્તો મોકળો થયો છે. જો સંક્રમણથી ઓછા પ્રભાવિત હશે તો તેને 24 કલાકમાં સાજા કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આરએનએ વાયરસ એ વાયરસને કહી શકાય જેને જીનેટિક મૈટીરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યૂક્લિક એસિડ હોય છે.