Rishabh Pant: ઋષભ પંત રચશે ઇતિહાસ, કોણે કરી આ મોટી ભવિષ્યવાણી?
Rishabh Pant: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલે રિષભ પંત વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. તેનું કહેવું છે કે પંત વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બનશે. ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પંતે 109 રનની સદી ફટકારી હતી, જે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી હતી.
Rishabh Pant: તમીમ ઈકબાલે કહ્યું, “હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ઋષભ પંત વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન હશે.” બીજી તરફ પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલે કહ્યું કે પંત તેની કારકિર્દીમાં 20થી વધુ સદી ફટકારવા જઈ રહ્યો છે. પંત પહેલાથી જ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારવામાં એમએસ ધોનીની બરાબરી કરી ચૂક્યો છે, જેણે તેની સમગ્ર ટેસ્ટ કારકિર્દીમાં માત્ર 6 સદી ફટકારી હતી.
રેકોર્ડ કોના નામે છે?
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હાલમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટના નામે છે. ગિલક્રિસ્ટે તેની કારકિર્દીમાં કુલ 17 સદી ફટકારી હતી. બીજા સ્થાને ઝિમ્બાબ્વેનો એન્ડી ફ્લાવર છે, જેણે 12 સદી ફટકારી હતી. અત્યાર સુધી, ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિકેટકીપર એમએસ ધોની હતો, પરંતુ ઋષભ પંત પહેલાથી જ તેના સ્તરે પહોંચી ગયો છે.
રિષભ પંતની ટેસ્ટ કારકિર્દી
રિષભ પંતે ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 34 ટેસ્ટ મેચમાં 44.79ની એવરેજથી 2,419 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી છે. વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ એડમ ગિલક્રિસ્ટના નામે છે જેણે ટેસ્ટ મેચોમાં 5,570 રન બનાવ્યા હતા. ભારતીય વિકેટકીપર્સની યાદીમાં ટોચનું નામ એમએસ ધોનીનું છે, જેણે 4,876 રન બનાવ્યા હતા. પંત પણ આ મામલે ઘણો આગળ વધી શકે છે.