કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લૉકડાઉનને હટાવવા માટે ચાર અઠવાડિયાના તબક્કાની વિચારણા કરવામાં આવી રહી છે. જે આ પ્રમાણે હોઈ શકે છે.આ અંગે કોઈ જ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વાત વિચારણા હેઠળ છે.
1)આઇટી, ફાઇનાન્સિયલ સેવા, અને BPO કંપની :
પ્રથમ અઠવાડિયે ફક્ત 25 ટકા સ્ટાફ, બીજા અઠવાડિયે 50 ટકા સ્ટાફ, ત્રીજા અઠવાડિયા 75 ટકા અને ચોથા અઠવાડિયાથી 100 ટકા હાજરી. આ દરમિયાન ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાશે. એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવે. બાકીના લોકો આ દરમિયાન ઘરેથી જ કામ કરશે.
2) ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઓ :
ફૂડ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પ્રથમ અઠવાડિયાથી જ 100 ટકા ફોર્સ સાથે પ્રોડક્શન શરૂ કરી શકશે. જોકે, તેમને પહેલા જ ફેક્ટરીઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
3) જીવનજરૂરી ન હોય તેમજ કન્ઝ્યુમર ગુડ્સ :
આ લોકો ચાર અઠવાડિયાની ઉપર આપેલી રીતને અનુસરશે. આ લોકો એવા જ પ્લાન્ટ્સ કે મશીન શરૂ કરે જેમાં 100 ટકા હાજરીની જરૂર ન હોય.”
4. જાહેર પરિવહન :
જાહેર પરિવહન શરૂ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું મુશ્કેલ છે. આથી આ મામલે ચાર અઠવાડિયા સુધી કોઈ છૂટ આપી શકાય તેમ નથી.”
5. ખાનગી ટ્રાન્સપોર્ટ :
ખાનગી પરિવહનને છૂટ આપાશે પરંતુ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.”
6. માલ પરિવાહન :
તમામ ટ્રકો તેમજ ડિલિવરી વાહનોને છૂટ આપવામાં આવે પરંતુ હાઇજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવે.”
7) ઇ-કોમર્સ :
પ્રથમ અઠવાડિયાથી જ તમામ વસ્તુઓની ડિલિવરી અને સેવા શરૂ કરી દેવામાં આવે.
8) સ્કૂલ/સિનેમા/મોલ :
જાહેર પરિવહનની જેમ સ્કૂલ, સિનેમા કે પછી મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. આથી તેમને ચાર અઠવાડિયા સુધી બંધ જ રાખવામાં આવશે . ચાર અઠવાડિયા બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવે.
9) હૉટસ્પોટ :
દેશમાં કોરોના વાયરસના 20થી વધારે હૉટસ્પોટ ધ્યાનમાં આવ્યા છે. આ તમામ હૉટસ્પોટને ચાર અઠવાડિયા સુધી લૉકડાઉનમાં જ રાખવામાં આવે તેવી શક્તા છે કારણ કે આ સ્થળો પરથીથી કોરોના વધારે ફેલાય શકે છે
10) ટ્રાફિક મેનેજમેન્ટ અને કર્મચારી ટ્રાન્સપોર્ટ :
સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે જોવામાં આવતા ખાનગી વાહનો સૌથી સુરક્ષિત છે. આથી તેમને છૂટ આપવામાં આવશે પરંતુ એવું સુનિશ્ચિત કરવામાં આવે કે ટેક્નોલોજી અને બિઝનેસ સેક્ટરની કંપનીઓ ઓફિસ શરૂ થવાનો સમય 7-10 AM અને બંધ થવાનો સમય 4-7 PM વાગ્યાનો જ રાખે.