Women T20 WC 2024 : ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી
Women T20 WC 2024 : ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ICCએ મોટો નિર્ણય લેતા ઈનામની રકમ ગત વખત કરતા બમણી રાખી છે.
Women T20 WC 2024 : મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 પ્રાઈઝ મની: યુએઈની ધરતી પર મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન થવાનું છે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICCએ તેને UAEમાં કરાવવાનો નિર્ણય કર્યો. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેનું શેડ્યૂલ ICC દ્વારા પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે.
વિજેતાને આટલા કરોડો રૂપિયા મળશે
ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે અંદાજે $7,958,000 (રૂ. 66,64,72,090 કરોડ) ફાળવવાની જાહેરાત કરી છે, જે છેલ્લી સિઝનની રકમ કરતાં બમણી છે. વિજેતા ઈનામી રકમમાં પણ 134%નો વધારો કરવામાં આવ્યો છે અને વિજેતા ટીમને હવે $2,340,000 (અંદાજે રૂ. 19,59,88,806 કરોડ) મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને $1170000 (અંદાજે 9,79,78,432 કરોડ રૂપિયા) મળશે.
નોંધનીય છે કે, સેમી ફાઇનલિસ્ટ અને ગ્રુપ સ્ટેજ મેચના વિજેતાઓ માટે ઇનામની રકમ પણ વધારવામાં આવી છે. સેમિફાઇનલમાં હારનાર બે ટીમો US$675,000 (₹5,65 કરોડ) કમાશે, જે 2023માં US$210,000 થી 221% વધારે છે. ગ્રૂપ સ્ટેજની મેચો જીતનાર ટીમો US$31,154 લેશે.
મહિલાઓને પુરૂષો જેટલી જ ઈનામી રકમ મળશે
ICCના નિવેદન અનુસાર, મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરૂષો જેટલી ઈનામી રકમ મળશે, જે રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. જુલાઈ 2023માં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ICC બોર્ડે તેના અગાઉના નિર્ધારિત 2030 શેડ્યૂલ કરતાં સાત વર્ષ આગળ ઈનામની રકમ સમાન કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ક્રિકેટ એ પ્રથમ મોટી રમત બની છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઈનામી રકમ હોય છે. ભારતીય પુરૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.
T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે
મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે. આમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો સામેલ છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો સામેલ છે.