કોરોના વિરુદ્ધ ચાલી રહેલ જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન પીએમ રાહત ફંડમાં હવે તેમના માતા હીરાબેન પણ સામેલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ કોરોના ફંડ PM Cares Fundમાં અંગત બચતમાંથી 25000 રૂપિયાનું દાન કર્યુ છે.દેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે વડાપ્રધાનના બાએ પણ યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હીરાબાએ વાર તહેવારે વડાપ્રધાન દીકારના તમામ કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સામાન્ય વ્યક્તિ જેવું જીવન વિતાવતા હીરાબા દેશના અનેક લોકો માટે સન્માનીય વ્યક્તિ બન્યા છે અને આદર્શ તરીકે ઉભર્યા છે ત્યારે તેમનું આ યોગદાન દેશમાં ચોમેરથી પ્રસંશા મેળવી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે 21 દિવસના કુલ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પછી તેમણે કોરોના વાયરસથી પ્રભાવિત ગરીબ અને મજૂર વર્ગના લોકોની સહાય માટે પીએમ કેર નામનું ફંડ પણ શરૂ કર્યું છે. જેમાં વિવિધ સેલિબ્રીટીઓથી માંડી દેશની જનતા દ્વારા મોટા પ્રમાણમાં દાન આપવામાં આવી રહ્યું છે. આ ભંડોળમાં આવનાર દાનનો ઉપયોગ ખોરાક, આરોગ્ય સેવાઓ અને ગરીબ અને જરૂરીયાતમંદો માટે આવશ્યક સુવિધાઓ માટે કરવામાં આવશે.