પાકિસ્તાન બાદ જો કોઈ દેશ તેની અવળચંડાઈ માટે જાણીતો હોય તો તે ચીન છે. ચીન અવાર નવાર ભારત સાથે અવળચંડાઈ કરતુ હોવાના અનેક વખત કિસ્સા સામે આવી ચુક્યા છે. ત્ચારે ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાયરસે અત્યારે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને વધુ એક ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે…
સુત્રોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને આ સેંપલિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસીઓ રહે છે જે ચામાચિડીયાનો શિકાર કરે છે અને તેને ભોજનમાં પણ ઉપયોગમાં લે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ પણ ચામાચિડીયાની જેમ જ વાયરસ સામે લડવામાં ખુબ મજબુત હોય છે. જેથી કરીને ચીને મિમી ગામમાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને તૈયાર કર્યાં કે આ અભ્યાસથી ખતરનાક વાયરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિક્સિત કરી શકાય છે…
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગુપ્ત રિસર્ચ અભિયાનમાં અમેરિકાના યુનિફોર્મ્ડ સર્વિસિઝ યુનિવર્સિટી ઓફ ધ હેલ્થ સાયન્સિઝ અને સિંગાપુરના ડ્યૂક નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સામેલ હતાં. કેટલીક ભારતીય સંસ્થાઓના નામ પણ આ કડીમાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તે અંગે વિસ્તૃત રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.