Ban:સ્વીડનમાં 2 વર્ષથી નીચેના બાળકો માટે ‘સ્ક્રીન’ના ઉપયોગ પર પ્રતિબંધ
Ban:સ્વીડનમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ‘સ્ક્રીન’ વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકોને ટીવી અને મોબાઈલ ફોન સહિત કોઈપણ ‘સ્ક્રીન’નો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. એડવાઈઝરી જણાવે છે કે બે થી પાંચ વર્ષના બાળકો દિવસમાં વધુમાં વધુ એક કલાક સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે, જ્યારે છ થી 12 વર્ષની વયના બાળકો બે કલાક સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે.
તે કહે છે કે કિશોરોને દિવસમાં વધુમાં વધુ ત્રણ કલાક સ્ક્રીનનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ. સ્વીડનની સરકારે આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વિવિધ સંશોધનો દર્શાવે છે કે ‘સ્ક્રીન’નો વધુ પડતો ઉપયોગ બાળકો અને કિશોરોમાં ઊંઘની ગુણવત્તાને અસર કરી રહ્યો છે, ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.
અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશોએ પણ આવી એડવાઈઝરી જારી કરી છે. તેમાંથી ફ્રાન્સે સૌથી કડક સલાહ આપી છે કે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી આપવી જોઈએ નહીં.