કોરોનાવાઈરસના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં સુપરસ્ટાર્સ તેમના ફેન્સની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકન પૉપ સિંગર ટેલર સ્વિફ્ટે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ચાહકોને 3-3 હજાર ડોલરની મદદ કરી છે. અચાનક મદદથી ખુશ ફેન્સ સોશિયલ મીડિયા પર એક્સ્પીરિયન્સ શેર કરી રહ્યા છે.
ટેલરની એક ફેન ‘હોલી ટર્નર’એ ટ્વિટ પર શેર કરતા જણાવ્યું કે, સિંગરે 3 હજાર ડોલર મોકલીને તેની મદદ કરી છે. હોલીના જણાવ્યા મુજબ, કોરોનાવાઈરના કારણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની હાલત કફોડી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હોલીએ લખ્યું કે, હવે તે પૈસાની તંગીને કારણે ન્યૂયોર્ક સિટીમાં રહી શકશે નહીં.
i made a post on tumblr about how i was scared i wouldn't be able to stay living in NYC because of what corona has done to the music industry. @taylorswift13 literally single-handedly saved my ability to stay here. i cannot even believe my eyes right now pic.twitter.com/3hAxkSVvGo
— holly turner (@ittybittyholly) March 25, 2020
ટેલરની મદદ મળ્યા બાદથી હોલીને વિશ્વાસ નથી આવી રહ્યો. ટેલરે તેના ફેન માટે લખ્યું કે, ‘તુ હંમેશાં મારા માટે હાજર હતી, અને હું આ સમયે તમારી સાથે છું. આશા રાખું છું કે, તેનાથી તને મદદ મળશે. ‘
તો બીજી તરફ હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, ટેલરે એક બીજા ફેનને પણ આર્થિક મદદ કરી. સિંગરથી રિસ્પોન્સ મળ્યા બાદ ફેને લખ્યું કે, તે એક સુંદર વ્યક્તિ છે. આ પહેલાં પણ ઘણા સેલેબ્સ કોરોનાનો સામનો કરવા માટે ડોનેશન કર્યું છે.