સવારના નાસ્તામાં દરેક ગૃહિણીની રોજની એક જ મથામણ હોય છે કે આજે નાસ્તામાં શું બનાવવું? અને એમાય જો નાસ્તો જટપટ બની જય તો મજા આવી જાય. દરેક વખતે જો નાસ્તામાં અવનવી વાનગી બને તો ઘરના બધા ખુશ થઇ જાય. તો ચાલો જોઈએ “ મગની ફોતરાવાળી દાળના પૂડલા ” ની રેસિપી!
જરૂરી સામગ્રીઃ
1 કપ – મગની ફોતરાવાળી દાળ
1 ઈંચ – આદુ
5-6 કળી – લસણ
7-8 લીલાં મરચાં
ચપટી હીંગ
1 કાંદો
½ કપ – કોથમીર (ઝીણી સમારેલી)
½ કપ – મીઠું, દહીં
બનાવવાની રીતઃ
- સૌ પ્રથમ દાળને ધોઈને 5-6 કલાક માટે પાણીમાં પલાળી દો.
- ત્યારબાદ પૂડલા ખાવાના થોડા સમય પહેલાં મીક્ષરમાં થોડું પાણી નાખીને મગની દાળ, આદુ-લસણ તેમજ દહીં નાખીને પીસી લો.
- આ મિશ્રણનું ખીરૂં ઢોકળાંના ખીરાં જેવું હોવું જોઈએ.
- ત્યારબાદ એમાં કોથમીર, કાંદો તેમજ લીલાં મરચાંને ઝીણાં સમારીને ઉમેરી દો.
- તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરો.
- એક નોન સ્ટીક પેનમાં થોડું થોડું તેલ નાખીને પૂડલા ઉતારી લો.
- ગેસની આંચ મધ્યમ રાખવી જેથી પૂડલા ક્રિસ્પી બનશે.
- હવે પૂડલાને કોથમીરની ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.