કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજ્યની જનતા તેમજ સરકાર માટે એક રાહતરુપ સમાચાર સામે આવ્યા છે…
ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસમાંથી 3 દર્દી સાજા થઈ ગયા છે. ગઈકાલે એક યુવતીએ કોરોનાને હરાવ્યો હતો ત્યારે આજે વધુ બે પુરૂષ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. પણ સામે લોકો સાજા પણ થઈ રહ્યા છે જે ખરેખર સારી વાત છે.
ગઈકાલે પણ એક મહિલા દર્દી સાજી થઈ ગઈ હતી. રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બે દર્દીઓ રિકવર થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. 62 અને 62 વર્ષીય બે પુરૂષ રિકવર થઈને ઘરે ગયા છે….
10 દિવસ પહેલા બન્ને દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેના કારણે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેઓ ઠીક થઈને હોસ્પિટલમાં ઘરે ગયા છે.