કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સતિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારની લોકડાઉન આગળ વધારવાની યોજના નથી. તેમણે કહ્યું કે હું લોકડાઉ વધારવાના રિપોર્ટ જોઇ ચોંકી રહ્યો છું. સરકારની આવી કોઇ યોજના નથી. આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખતાઈથી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ચૂક થશે તો જિલ્લામાંથી ડીએમ અને એસપી વ્યક્તિગત રીતે જવાબદાર હશે.
ભારતમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ લોકડાઉન પર સંશય ખત્મ થઇ ચૂકયો છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી 1173 દર્દી સામે આવ્યા છે જ્યારે 29 લોકોના આ ઘાતક બીમારીથી મોત થયા છે.
આપને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા કેસને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. પીએમે લોકોને આ બીમારીથી બચવા માટે પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટેંસિંગથી આ બીમારી રોકાશે. કેન્દ્ર સરકારે લોકડાઉનની સખ્તીથી લાગૂ કરવા માટે રાજ્યોને આદશ આપ્યો છે.