આપણે આપણા જીવનમાં રોજ એવી આદતોથી ઘેરાયેલા હોઈએ છીએ કે જે જીવનભર એના એજ કરતા હોઈએ છીએ. આ આદતોને ભૂલવી સહેલી નથી હોતી. આપણે આને રોજ અનાયાસે ખોટી રીતે જ કરતા હોઈએ છીએ. જેમકે ઊંઘતી વખતે પગ વાળી દેવા. પાણી પીતી વખતે ગ્લાસને સીધો જ માટલા માં નાખી દેવો વગેરે…
આજે અમે આવી જ ૧૦ આદતો બતાવવા જઈ રહ્યા છીએ જે જીવનભર ખોટી રીતે કરીએ છીએ. તો ચાલો જોઈએ કઈ કઈ છે આ આદતો.
૧. ઓરીઓને આંગળીઓ સાથે સીધી જ દૂધના ગ્લાસમાં નાખવી
ઓરીઓને દુધના ગ્લાસમાં નાખતી વખતે ચમચીનો ઉપયોગ કરો જેથી કરીને ઓરીઓનો ભુક્કો નહીં થાય. તેમજ હાથની આંગળીઓ ખરાબ નહિ થાય.
૨. લીંબુનો પૂરો રસ નીકળતો નથી
લીબુને ટોચ પરથી કાપો જેથી કરીને રસ પૂરે પૂરો નીકળશે.
3. પીસ્તાને કેવી રીતે ખોલશો
પિસ્તાને પીસ્તા વડે ખોલશો તો જલ્દી ખુલી જશે.
૪. બાળકો જ્યુસના રસને પૂરે પૂરો પી શકતા નથી
જ્યુસબોક્ષના બંને બાજુના હેન્ડલ્સને ખેચીને પીવાથી અંદરના રસને પૂરી રીતે પી શકાય છે.
૫. યોગ્ય રીતે ન ઊંઘવું
ઊંઘતી વખતે ચિત્રમાં દર્શાવ્યા મુજબ ઓશીકું મુકવાથી રક્ત સરળ રીતે વહેશે અને પીઠમાં વધુ તાણ રહેશે નહીં.
૬. હાથ વડે નારંગી છોલવી
નારંગીને છોલતી વખતે તેને ટોચ પરથી કાપો. ત્યારબાદ મધ્યમમાંથી કાપો. જેનાથી દરેક લેયર છૂટી પડી જશે. વધુ માટે ચિત્રને જોઇને અનુસરો.
૭. ડંડા પીણા
ભીના કાગળને ઠંડા પીણાંની આસપાસ લપેટી તેને ફ્રીઝમાં મૂકી દો. જેનાથી એ જલદી ઠંડુ થઇ જશે.
૮. ટોઇલેટ પેપર સીધુ મુકો
1891 થી ટોઇલેટ પેપરની પેટન્ટ બતાવે છે કે ટોઇલેટ પેપરનો ઉપયોગ કઈ રીતે કરવો.
૯. બ્રેડ કાપવી
બ્રેડને ચિત્રમાં બતાવ્યા મુજબ ઉલટી કરીને કાપો. જેનાથી તેના સરખા ટુકડા કરી શકાશે.
૧૦. ટૂથપેસ્ટમાંથી આખી પેસ્ટ કાઢવી
આપણે રોજ ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢતી વખતે આખી પેસ્ટ કાઢીએ છીએ. પરંતુ આખી પેસ્ટની જરુંર હોતી નથી. પેસ્ટની ફક્ત એક બુંદ જ બ્રશ કરવા માટે કાફી છે.
જો તમે કોઈ આવી વસ્તુઓ જાણો છો જે લોકો પોતાના જીવનમાં કદાચ ખોટી રીતે કરે છે, તો કૃપા કરીને નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અમને જણાવો.